આજના બર્થડે સર્જક :
*ધ્રુવ ભટ્ટ*
(લેખન સંકલન અને સ્કેચ:
‘શિલ્પી’ બુરેઠા )
ધ્રુવ ભટ્ટ એટલે ગુજરાતી સાહિત્યનું એક એવું ઉજળું નામ કે જેમણે નદી, જંગલ અને દરિયાની જીવનસંસ્કૃતિના વિશ્વને કલાત્મક રીતે સાહિત્યમાં ઉતાર્યુ. તેઓ જાણીતા નવલકથાકાર, કવિ,ગીતકાર ,ચિત્રકાર અને પ્રકૃત્તિનું આકંઠ પાન કરનાર રખડપટ્ટીના માણસ છે. છેક છેવાડાનાં માણસો ,અંતરિયાળ વિસ્તારોના લોકોના, વંચિત લોકો અને લોક્સમુદાયના જીવાતા જીવન સાથેનો નાતો જોડીને તેમના ધબકતા જીવન વૈભવને કૃતિઓમાં જીવંત આલેખન કર્યુ છે. તેમનો જન્મ 8 મે,1947ના રોજ ભાવનગર જિલ્લાના નીંગાળા ગામમાં થયો હતો.તેમના પિતાનું નામ પ્રબોધરાય ભટ્ટ અને માતાનું નામ હરિવ્રતાબહેન. પિતાજીને મહેસૂલ વિભાગમાં નોકરી હતી એટલે બદલી થયા કરતી હતી.જેને કારણે આ સર્જકે ઘાટ ઘાટના પાણી પીધા એમ કહીએ તો ખોટું નથી. પ્રકૃત્તિને મનભરીને માણી છે-જાણી છે.જાફરાબાદમાં તેમનું બચપણ વીત્યું.તેમણે દરિયાને ખૂબ નજીકથી જોયો ,જાણ્યો ભરપુર માણ્યો છે. મિત્રો સાથે દરિયામાં નહાવાનું,મસ્તી કરવાની. દરિયાકિનારે ચાલવા જવાનું વગેરે વગેરે તેમની બાલપનની પોતીકી સમૃદ્ધિ છે. દરિયો પહેલવહેલો તેમના પિતાજીએ દેખાડયો. પિતાજી પણ કવિ હતા. તેમની સાથે તેઓ ચાલવા જતા.
તેમના પિતાની એક કાવ્યપંક્તિ છે.
“કવિ નહીં થવાય તો, કશુંય નહીં થવાય તો કંઈ નહીં,ઊંડાણ મનમાં ભરાય અનુભૂતિના મૌનથી”.
તેમના સર્જક ઘડતરમાં પિતાજીના આ વિચારોનું વિશેષ મહત્વ રહયું છે, ઉપરાંત તેમના વિશાળ અનુભવવિશ્વ અને લોકોના વાણી -વ્યવહાર,લોકબોલીના લહેકા વગેરેના બહોળા અનુભવી રહ્યા છે. જે તેમની કૃતિ ઓમાં પડઘાયેલું જોવા મળે છે. તેમણે ચાર ધોરણ સુધી જાફરાબાદમાં અભ્યાસ કર્યો અને કેશોદમાં મેટ્રિક થયા અને બી.કોમ.ના અભ્યાસ માટે પહેલું વર્ષ વલ્લભ વિદ્યાનગરમાં અને બીજું વર્ષ અમદાવાદની સહજાનંદ કોલેજમાંથી કર્યું. જોકે ભણતરમાં વધુ રસ નહીં પણ જીવનઘડતરમાં ઉપયોગી ગણતરમાં વધુ પાકકા.
તેમણેવિવિધ સથ એ નોકરી કરી. અમદાવાદમાં ભારતીય વિદ્યાભવનમાં એસોસિએટ એડવર્ટાઈઝિંગ વિભાગમાં સેલ્સમેન તરીકે,તો આઈઆઈએમ (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ) અમદાવાદની સહકારી મંડળીની દુકાનમાં ગુમાસ્તા તરીકે પણ કામ કર્યું છે.એસ.ટી.નિગમમાં ક્લાર્ક તરીકે એમ વિવિધ નોકરી કરી મિત્ર ની મદદથી વલ્લભ વિદ્યાનગર ગયા. નોકરી આપનારે કહ્યું કે “તમને અંગ્રેજી ઓછું ફાવે છે.” ત્યારે તેમણે કહ્યું કે એમ તો મને રશિયન ભાષા ય નથી આવડતી.જવાબ સાંભળીને પેલાએ કહ્યું કે કાલથી કામ પર આવી જજો. આને નોકરી તેમણે 23 વર્ષ નોકરી કરીને એકાવનમા વર્ષે સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લીધી.
તેઓ પ્રકૃતિપ્રેમી શિક્ષણપ્રેમી અને ખાસ તો છેક છેવાડાના માણસના ની અસ્મિતાને ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ અને પ્રયોગશીલ પણ ખરા. તેમણે યુવાનો માટે વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી. પ્રકૃતિશિબિરો માટે તનમન ધનથી કામ કરતા રહયા. એક શિબિર વખતે પૈસાની જરૂર પડી. તેમના પત્ની દિવ્યાબહેનનાં ઘરેણાં વેચીને શિબિર ચાલુ રાખી હતી.તેમને અનેક અનુભવો થયા. એક માજીને અમાવાસ્યાનું દરિયા માં સ્નાન કરવાનું હતું. સર્જક તેમના માટે દરિયામાંથી પાણીની ડોલ ભરીને લાવ્યા તો માજીએ કહેલું: “દરિયો કંઈ ડોલમાં આવે? ”
તો આવોજ એક બીજો પ્રસંગ છે ગીરનો. એકવાર ગીરમાં એક માજીના ઘર પર નમેલું ઝાડ જોઈને કહેલું કે “માજી હવે આ ઘર બદલો.તમારા ઘર ઉપર પડશે ?” એમને જવાબ મળ્યો કે ,”ના નઈ પડે ઈને ખબર છે કે નીચે માણહ રે’છે.” માણસ અને પ્રકૃતિ વચ્ચેના આવા મજબૂત ઋણાનુબંધના અનુભવો તેજ સર્જકના સર્જનને સમૃદ્ધ કર્યું છે અને જેના થકી સર્જનમાં પ્રકૃતિપ્રેમની ઉદ્દાત ભાવના આલેખાઈ છે.
તેમની સાહિત્ય સફર જોઈએ તો ખૂબ જ સમૃદ્ધ અને સત્ત્વશાળી રહી છે. તેમનું લેખન અને તેમની શૈલી ભાવકો -ચાહકોને ખૂબ જ પસંદ આવી છે.
બાળ સાહિત્ય ક્ષેત્ર ‘ખોવાયેલું નગર’1984માં આપ્યું,તો તેમની પાસેથી આપણને પ્રથમ નવલકથા મળી 1988 માં ‘અગ્નિકન્યા’. તેમની ઉત્તમ નવલકથા’સમુદ્રાન્તિકે’ 1993માં આવી.જે ખૂબ જ પ્રસિદ્ધિ પામી .ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થઈ. 1998 માં
‘તત્વમસિ’ આપી જે 2002સાહિત્ય અકાદમી પુરસ્કૃત થઈ. તત્ત્વમસિ’1998માં પ્રકાશિત થયેલી તેમની કીર્તિદા નવલકથા છે. દિલ્હીની સાહિત્ય એકેડેમી એ પુરસ્કૃત કરી. તેના પરથી રેવા નામની ગુજરાતી ફિલ્મ બની જેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.
‘તત્વમસિ’ ફિલ્મે નર્મદા નદીના માનવ સંસ્કૃતિ સાથેના તાણા-વાણાને વણીને લખાયેલી ઉમદા કૃતિ છે.
પછી’અતરાપી ‘2001માં આવી એને પણ ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. કવિ તરીકે તેમનો સંગ્રહ’ગાય તેનાં ગીત’ 2002માં કાવ્ય સંગ્રહ આવ્યો .જેમાંના ઘણા ગીતો ખૂબ જ પ્રખ્યાત થયેલા ઘણા પ્રખ્યાત ગાયકોના કંઠ મળ્યા છે.આસિત મોદીની કંપનીએ સુંદર આલ્બમ પણ કર્યું છે.તેમનાં ગીતોમાં નવોન્મેષ જોઈ શકાય છે.
‘કર્ણલોક ‘2005માં આવે છે જે ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત થઈ. ગીરમાં જઈ વિવિધ અનુભવો કરીને ‘અકૂપાર’ નવલકથા લખાઈ (2011)જેના પરથી જાણીતાં દિગ્દર્શિકા અદિતિ દેસાઈએ નાટક પણ કર્યું અને ખૂબ વખણાયું.
અને એ બાદ 2012 માં
‘લવલી પાન હાઉસ’ અને 2015માં ‘તિમિરપંથી મળે છે.’શ્રુનવંતુ’ કાવ્ય સંગ્રહ ‘ન
ન ઈતિ’ 2018 માં આપ્યો છે.
ધ્રુવ ભટ્ટને ‘દિલ્હી સાહિત્ય એકેડેમીનો પુરસ્કાર’ અને ‘દર્શક એવોર્ડ’થી સન્માનિત થયા છે.
આજે તેમના જન્મદિવસ પર
તેમની ખૂબ જ જાણીતી ગીત રચના માણીએ.
*
ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપથી કુદરતની રહેમ છે.
ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ,
તળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે….
આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે.**
