સાસણ ગીર:
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે સાસણ ગીરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ગીરના સ્થાનિક લોકો, હોટલ એસોસિએશનના પ્રતિનિધિઓ, હોમ-સ્ટે સંચાલકો અને ગાઈડ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં તેમની સાથે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ ગીરની પ્રાકૃતિક ધરોહરના જતન સાથે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના પ્રશ્નો સાંભળવાનો અને ઇકો-ટુરીઝમને નવી ઊંચાઈએ લઈ જવાનો હતો.
વન મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ગીરના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે સિંહોના સંરક્ષણ માટે હવે આધુનિક ટેકનોલોજી એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદ લેવામાં આવી રહી છે. ‘પ્રોજેક્ટ લાયન’ અંતર્ગત ટેકનોલોજીને વધુ સજ્જ બનાવી સિંહોના સંવર્ધન અને સુરક્ષાની કામગીરીને વધુ સચોટ બનાવવામાં આવશે. આ ઉપરાંત, સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની સુવિધા અને અન્ય વહીવટી મંજૂરીઓ બાબતે પણ નિયમ અનુસાર ત્વરિત નિરાકરણ લાવવાની ખાતરી મંત્રીશ્રીએ આપી હતી.
- આ પ્રસંગે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ વન મંત્રીના આ અભિગમને બિરદાવતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્તરે ‘લોક દરબાર’ યોજીને પ્રવાસન સાથે જોડાયેલા લોકોની રજૂઆતો સાંભળવી એ પ્રશંસનીય પગલું છે. તેમણે ઉમેર્યું કે પર્યાવરણની જાળવણી સાથે પ્રવાસન વિકાસની નીતિથી સ્થાનિક રોજગારીમાં વધારો થશે. ગીરમાં દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે અને ગીરના ગૌરવ સમાન સિંહોનું જતન થાય તે માટે સરકાર અને જનતાના સામૂહિક પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો
![]()
![]()
![]()
![]()
હતો

હતો