મુખ્ય હાઇલાઇટ્સ:
- કોર્ટના સજા વોરંટના કામે ૧.૫ વર્ષથી ફરાર આરોપીને અમરેલી સીટી પોલીસે ઝડપી લીધો.
- ભાવનગર રેન્જ આઈજીપી અને અમરેલી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ચલાવાઈ હતી ખાસ ઝુંબેશ.
- અમરેલી સીટી સર્વેલન્સ ટીમે બાતમીના આધારે ટાઉન વિસ્તારમાંથી આરોપીને શોધી કાઢી કરી અટકાયત.
- પકડાયેલા આરોપી સામે વોરંટની બજવણી કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે કોર્ટ સમક્ષ રજૂ કરાયો.
વોરંટની બજવણી માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના
ભાવનગર રેન્જના આઈજીપી આર.વી. અસારી દ્વારા રેન્જના જિલ્લાઓમાં નાસતા-ફરતા અને કોર્ટના વોરંટના કામના આરોપીઓને શોધી કાઢવા ખાસ સુચના આપવામાં આવી હતી. આ અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા અમરેલી ડિવિઝનના ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીના માર્ગદર્શન અને સૂચના હેઠળ અમરેલી સીટી પોલીસ દ્વારા વોરંટની બજવણી માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે.
દોઢ વર્ષથી નાસતો-ફરતો આરોપી અમરેલી ટાઉનમાંથી ઝડપાયો
આ ઝુંબેશ અંતર્ગત અમરેલીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટના ફોજદારી કેસ નંબર ૧૮૩૭/૨૦૨૪ ના સજા વોરંટના કામે છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા આરોપી મુકેશભાઈ પોપટભાઈ માલવી (ઉંમર ૪૭ વર્ષ, ધંધો પ્રાથમિક નોકરી, રહે. ચક્કરગઢ રોડ, ક્રિષ્નાપાર્ક સોસાયટી, શેરી નં. ૨, બ્લોક નં. ૨૬, અમરેલી) ને પકડી પાડવામાં સફળતા મળી છે. કોર્ટ દ્વારા આરોપીને પકડી રજૂ કરવાનો આદેશ કરાયો હોય, અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે તેને અમરેલી ટાઉનમાંથી શોધી કાઢીને વોરંટની બજવણી કરી છે.
અમરેલી સીટી સર્વેલન્સ ટીમની સપાટાબંધ કામગીરી
કોર્ટના સજા વોરંટની બજવણી કરીને પકડાયેલા આરોપી સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી પોલીસને થાપ આપી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડવાની આ સફળ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ. ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવી છે.
અહેવાલ: ભાવેશ વાઘેલા
