મુખ્ય હાઇલાઇટ્સ
- ધંધુકાની શ્રી ડી. એ. વિદ્યામંદિરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી.
- ગુરુ વંદના અને ગુરુ પૂજન કાર્યક્રમનું આયોજન.
- સ્વામી વિવેકાનંદજી અને મા સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું.
- વિદ્યાર્થીઓએ ગુરુજનોનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા.
- ભજન, વક્તવ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.
- આચાર્ય વી.ટી. લાખાણીએ પોતાના ગુરુ નારણભાઈ પટેલનું સન્માન કર્યું.
- નારણભાઈ પટેલે વિદ્યાર્થીઓને ગુરુના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું.
- કાર્યક્રમમાં ભારતીય ગુરુ-શિષ્ય પરંપરાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો.
ધંધુકા
અમદાવાદ જિલ્લાના ધંધુકા સ્થિત શ્રી ડી. એ. વિદ્યામંદિરમાં ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે ગુરુ વંદના અને ગુરુ પૂજન કાર્યક્રમનું શ્રદ્ધા અને ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિની ગુરુ-શિષ્ય પરંપરાને જીવંત રાખતા પોતાના ગુરુજનો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમની શરૂઆત સ્વામી વિવેકાનંદજી અને વિદ્યાની દેવી મા સરસ્વતીના પૂજનથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શાળાના તમામ ગુરુજનોનું વિધિવત પૂજન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ મહિમા દર્શાવતા ભજન, વક્તવ્ય અને સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સૌએ વધાવી લીધી હતી.
ગુરુ વંદના કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય વી.ટી. લાખાણીએ પોતાના ગુરુ અને શાળાના નિયામક નારણભાઈ પટેલનું ભાવપૂર્વક પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
પ્રસંગે શાળાના નિયામક નારણભાઈ પટેલે વિદ્યાર્થીઓને સંબોધતા ગુરુના જીવનમાં રહેલા મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર: રાજેશ પરીખ
