મુખ્ય હાઇલાઇટ્સ:
- જુગારધામ પર દરોડો: બાબરા ટાઉન વિસ્તારમાં ભીમબાપુની પાટી પાસે જાહેરમાં ચાલતા જુગાર પર પોલીસ ત્રાટકી.
- ૬ જુગારીઓ ઝબ્બે: બાબરા, જસદણ અને અમરાપરાના મળી કુલ ૬ ઈસમો ગંજીપત્તા વડે જુગાર રમતા રંગેહાથ પકડાયા.
- મુદ્દામાલ જપ્ત: પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૩૬,૨૦૦/- નો મુદ્દામાલ અને જુગાર સાહિત્ય કર્યું કબજે.
- કાયદેસરની કાર્યવાહી: તમામ પકડાયેલા આરોપીઓ સામે બાબરા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો દાખલ.
- ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન: આઈજીપી આર.વી. અસારી અને એસપી સંજય ખરાતની સૂચનાથી હાથ ધરાઈ સફળ કામગીરી.
દારૂ-જુગારની પ્રવૃત્તિઓ પર પોલીસની લાલ આંખ ભાવનગર રેન્જ આઈજીપી આર.વી. અસારી અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જિલ્લામાંથી દારૂ અને જુગારની બદી સદંતર નેસ્તનાબૂદ કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત લાઠી વિભાગીય પોલીસ અધિકારી વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર. પરમારની સૂચનાથી બાબરા પોલીસ સર્વેલન્સ ટીમે વિસ્તારમાં પેટ્રોલિંગ અને વોચ ગોઠવી હતી.
બાબરા ટાઉનમાં ભીમબાપુની પાટી પાસે દરોડો પોલીસ સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે બાબરા ટાઉનમાં આવેલી ભીમબાપુની પાટી પાસે જાહેરમાં પૈસા પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ઈસમો પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી તીનપત્તીનો જુગાર રમતા ૬ ઈસમોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રોકડા રૂ. ૩૬,૨૦૦/- તથા જુગારનું સાહિત્ય જપ્ત કર્યું હતું.
પકડાયેલા આરોપીઓ અને પોલીસ ટીમ ઝડપાયેલા આરોપીઓમાં વિક્રમભાઈ પ્રતાપભાઈ ચૌહાણ (રહે. બાબરા), કાકુભાઈ રામભાઈ રાઠોડ (રહે. બાબરા), અશોકભાઈ રાઘવભાઈ સાકરીયા (રહે. બરવાળા, તા. જસદણ), હિંમતભાઈ રમેશભાઈ માંડાણી (રહે. અમરાપરા, તા. બાબરા), ઈરફાનભાઈ રમેશભાઈ અગવાન (રહે. બાબરા) અને અરમાનભાઈ સલીમભાઈ મેતર (રહે. બાબરા)નો સમાવેશ થાય છે. આ સફળ કામગીરી પીઆઈ આર.આર. પરમાર, એએસઆઈ કિરણભાઈ સોલંકી, હેડ કોન્સ્ટેબલ રાજભા વાઘેલા, રમેશભાઈ કોતર, તેમજ પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ, ગોકળભાઈ, વિજયભાઈ અને ભારતભાઈ દ્વારા કરવામાં આવી હતી.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
