મુખ્ય હાઇલાઇટ્સ:
- વોરંટની બજવણી: રાજકોટની ત્રીજા એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના સજા વોરંટના આરોપીને અમરેલી સીટી પોલીસે પકડી પાડ્યો.
- આરોપીની અટકાયત: અમરેલીના ધાંચીવાડ, ડુબાણીયાપરા વિસ્તારમાં રહેતા અમીનભાઈ સુલેમાનભાઈ ડેરૈયા નામના ડ્રાઈવરની કરાઈ અટકાયત.
- કોર્ટનો હુકમ: ફોજદારી કેસમાં સજા વોરંટ અન્વયે આરોપીને પકડી કોર્ટ સમક્ષ રજૂ કરવાનો નામદાર કોર્ટે આપ્યો હતો હુકમ.
- સર્વેલન્સ ટીમની કામગીરી: અમરેલી સીટી સર્વેલન્સ ટીમે બાતમી આધારે ટાઉન વિસ્તારમાંથી આરોપીને શોધી કાઢી હાથ ધરી કાર્યવાહી.
- ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન: ભાવનગર રેન્જ આઈજીપી આર.વી. અસારી અને એસપી સંજય ખરાતની સૂચનાથી પાર પડાઈ કામગીરી.
નાસતા-ફરતા આરોપીઓને પકડવા પોલીસની વિશેષ ઝુંબેશ ભાવનગર રેન્જના આઈ.જી.પી. આર.વી. અસારી તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ દ્વારા જિલ્લામાં લંબિત વોરંટોની બજવણી કરવા અને નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેને પગલે અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં વોચ ગોઠવીને તપાસ ચક્ર ગતિમાન કરવામાં આવ્યા હતા.
રાજકોટ કોર્ટના ફોજદારી કેસમાં સજા વોરંટ ઈશ્યૂ થયું હતું તપાસ દરમિયાન રાજકોટની નામદાર ત્રીજા એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટના ફોજદારી કેસ નંબર ૬૪૮૦/૨૦૨૪ ના કામે આરોપી અમીનભાઈ સુલેમાનભાઈ ડેરૈયા સામે સજા વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. નામદાર કોર્ટ દ્વારા આરોપીને પકડીને કોર્ટ સમક્ષ રજૂ કરવાનો સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો હોવાથી પોલીસે તેને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા.
અમરેલી ટાઉનમાંથી ડ્રાઈવિંગ કરતા આરોપીની ધરપકડ અમરેલી સીટી પો.સ્ટે. સર્વેલન્સ ટીમે સફળ કામગીરી કરીને અમરેલી ટાઉન વિસ્તારમાંથી જ આરોપી અમીનભાઈ સુલેમાનભાઈ ડેરૈયા (ધંધો: ડ્રાઈવિંગ, રહે. ધાંચીવાડ, ડુબાણીયાપરા, અમરેલી)ને શોધી કાઢી, વોરંટની બજવણી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સરાહનીય કામગીરી અમરેલી સીટી પોલીસ ઈન્સપેક્ટર એમ.એમ. ઝાલા તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
