મુખ્ય હાઇલાઇટ્સ:
- ધાર્મિક આયોજન: શ્રાવણ માસ નિમિત્તે અમરેલીના ધારી-કુંકાવવા ત્રિભેટે આવેલ સોમનાથ મહાદેવ મંદિરે યોજાયો ધ્વજારોહણ કાર્યક્રમ.
- મુખ્ય અતિથિ: ગુજરાત સરકારના પૂર્વ કૃષિ મંત્રી અને અયોધ્યા રામ મંદિરના કારસેવક બેચરભાઈ ભાદાણીના હસ્તે ચડી ધ્વજા.
- શાસ્ત્રોક્ત વિધિ: સનાતન સેવા મંડળ અમરેલી દ્વારા પૂજા-અર્ચના, જળાભિષેક અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી ઉજવણી કરાઈ.
- મહાનુભાવોની હાજરી: એડવોકેટ ઇતેશ મહેતા, પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડ અને દાનવીર સંદીપ પારેખ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત.
- દિવ્ય માહોલ: વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનોના હોદ્દેદારો તેમજ ભાવિક ભક્તોની હાજરીથી વાતાવરણ ભક્તિમય બન્યું.
પૂર્વ કૃષિ મંત્રીના હસ્તે સોમનાથ મહાદેવ મંદિરે નૂતન ધ્વજારોહણ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અમરેલી શહેરના ધારી અને કુંકાવવા ત્રિભેટે આવેલા પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે જળાભિષેક તેમજ નૂતન ધ્વજારોહણના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન સેવા મંડળ અમરેલી દ્વારા આયોજિત આ ધાર્મિક પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ કૃષિ મંત્રી અને અયોધ્યા રામ મંદિરના અગ્રણી કારસેવક બેચરભાઈ ભાદાણીએ વિશેષ ઉપસ્થિતિ આપી શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે શિખર પર ધ્વજા રોપિત કરી હતી.
સનાતન સેવા મંડળ દ્વારા જળાભિષેક અને વિધિવત પૂજન પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મહાદેવની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ હોવાથી સનાતન સેવા મંડળ દ્વારા ભક્તિભાવપૂર્વક જળાભિષેક અને ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. આ મહોત્સવમાં એડવોકેટ ઇતેશભાઈ મહેતા, સનાતન સેવા મંડળના પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડ, મંદિરનું નિર્માણ કરનાર દાતા પરિવારમાંથી સંદીપભાઈ પારેખ, તેમજ મંડળના ઉપપ્રમુખ છાયાબેન ગેડિયા સહિતના આગેવાનો શ્રદ્ધાભેર જોડાયા હતા.
ધાર્મિક અને સામાજિક અગ્રણીઓની બહોળી હાજરી આ પાવન પ્રસંગે જ્વેલર્સ ચંદ્રેશભાઈ ઝુંઝવાડિયા, લોકગાયક સંજયભાઈ પંડ્યા, બજરંગ દળના જિલ્લા સહસંયોજક કરણભાઈ વાજા, ક્ષત્રિય યુવા અગ્રણી ઉદયભાઈ રાજપૂત, અગ્રણી વેપારી ધર્મેશભાઈ સચદેવ, મુકેશભાઈ ચૌહાણ, ભુૂપતભાઈ ગોસાઈ, શિલ્પાબેન ગોસાઈ, અલ્કાબેન સચદેવ તેમજ જાગૃતિબેન સોની સહિતના અનેક શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. તમામ ભાવિક ભક્તોએ મહાદેવના દર્શન અને જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
અહેવાલ: મહેશભાઈ જળું
