મુખ્ય હાઇલાઇટ્સ:
- ૧૦૬૪ ટોલ ફ્રી નંબર પર મળેલી ફરિયાદના આધારે એસીબીએ ગોઠવ્યું સફળ લાંચનું છટકું.
- સતલાસણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કાનજીભાઈ ચૌધરી અને તેના મિત્ર આશિષભાઈ ચૌધરીની અટકાયત.
- જુગારના કેસમાં માર નહીં મારવાના અવેજ પેટે માંગવામાં આવી હતી રૂ. ૧ લાખની લાંચ, રકઝકના અંતે ૮૩ હજાર નક્કી કરાયા.
- સુરજ કોમ્પલેક્ષ સામે રોડ પર કારમાં લાંચની રકમ સ્વીકારતાં જ એસીબી ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા.
ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર મળેલી ફરિયાદથી એસીબી સક્રિય થયું
મહેસાણા જિલ્લાના સતલાસણા વિસ્તારમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી) ની ટીમે સફળ દરોડો પાડીને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરી છે. સતલાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુગારના એક ગુના સંદર્ભે ફરિયાદી અને તેમના સાથીદારોને માર નહીં મારવા તેમજ કેસમાં રાહત આપવાના બહાને લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે એસીબીની ટીમે તાત્કાલિક ટ્રેપનું આયોજન કર્યું હતું.
રૂ. ૧ લાખમાંથી રકઝકના અંતે રૂ. ૮૩,૦૦૦ નક્કી કરાયા
પ્રાપ્ત વિગતો અનુસાર સતલાસણા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ વીરમાભાઈ ચૌધરીએ ફરિયાદી પાસે શરૂઆતમાં રૂ. ૧,૦૦,૦૦૦ ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે રૂ. ૮૩,૦૦૦ આપવાનું નક્કી થયું હતું. રકમ સ્વીકારવા માટે કોન્સ્ટેબલે પોતાના મિત્ર આશિષભાઈ નાનજીભાઇ ચૌધરી (રહે. નવાવાસ-રાજપુર, સતલાસણા) ની મદદ લીધી હતી. આ નાણાં સોંપવા માટે સતલાસણાના મોજે સુરજ કોમ્પલેક્ષની સામે જાહેર રોડ પર સમય અને સ્થળ નક્કી કરવામાં આવ્યા હતા.
કારમાં લાંચની રકમ સ્વીકારતાં જ એસીબીએ રંગેહાથ ઝડપ્યા
આયોજન મુજબ એસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. આક્ષેપિતોએ ફરિયાદી સાથે ટેલિફોનિક વાતચીત કરી અને સુરજ કોમ્પલેક્ષ સામે ઉભેલી કારમાં ફરિયાદી પાસેથી રૂ. ૮૩,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારી હતી. રકમ સ્વીકારતાની સાથે જ પૂર્વ ગોઠવાયેલી એસીબીની ટીમે સ્થળ પરથી પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ ચૌધરી અને તેના સાગરીત આશિષભાઈ ચૌધરીને રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ રૂ. ૮૩,૦૦૦ કબ્જે કરી બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસીબી ફિલ્ડ-૩ની ટીમ દ્વારા સફળ કામગીરી
આ સફળ ટ્રેપ અમદાવાદ એસીબીના ફિલ્ડ-૩ (ઇન્ટેવિંગ) ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. મહેતા તથા તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. એસીબીની આ સપાટાબંધ કામગીરીથી લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

અહેવાલ: મહેશભાઇ જળું