શીર્ષક: સમજો તો
સાવ સીધી વાત છે સમજો તો,
રોકાણ દિન ચાર છે સમજો તો.
દોડો શું લેવાને આમ સાવ ખોટા?
નકામો વેંઢારો ભાર છે સમજો તો.
કહેવાનું હોયને કશુંક તો સમજાય,
મૌનનો અમથો માર છે સમજો તો.
કાયમી જો અંગત હોય સામે તો,
કપરો લાગતો વાર છે સમજો તો.
સીધા રસ્તે હો અગર તમે કાયમી,
બે ધારી એ તલવાર છે સમજો તો.
રચના: નિલેશ મથુરદાસ બગથરિયા”નીલ “
