મુખ્ય હાઇલાઇટ્સ:
- અનડિટેક્ટ ગુનો ઉકેલાયો: ગુંદરણ ગામની સોલાર કંપનીની પાવર લાઈનને નુકસાન પહોંચાડનાર આરોપી લીલીયા પોલીસની ગિરફ્તમાં.
- રૂ. ૧.૬૦ લાખનું નુકસાન: પાવર સપ્લાય લાઈનના ૧૦ સીમેન્ટના થાંભલા તોડી એલ્યુમિનિયમના વાયરને પહોંચાડાયું હતું ભારે નુકસાન.
- આરોપી ઝડપાયો: ખારા ગામના રાહુલભાઈ ઉર્ફે ગુંદી બાબુભાઈ જમોડ (ઉં.વ. ૩૦) નામના ઈસમની કરાઈ અટકાયત.
- ટેકનિકલ સોર્સથી ઉકેલ: લીલીયા પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદથી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી.
- સઘન કામગીરી: ભાવનગર રેન્જ આઈજીપી આર.વી. અસારી અને અમરેલી એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ કાર્યવાહી.
સોલાર કંપનીની ૧૧ કે.વી. પાવર લાઈનમાં કરાયું હતું નુકસાન ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી. અસારી તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વિરલ ચંદન દ્વારા મિલકત સંબંધિત અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને લીલીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. સાળુંકેની આગેવાની હેઠળ પોલીસે તપાસ હાથ ધરી હતી. ગત ૦૯ ઓગસ્ટથી ૧૦ ઓગસ્ટ દરમિયાન ગુંદરણ ગામની સીમમાં આવેલ રઘુવીર એવન્યુસ પ્રાઈવેટ લિમિટેડ સોલાર કંપનીથી ૬૬ કે.વી. સબ સ્ટેશન સુધી પાવર સપ્લાય કરતી ૧૧ કે.વી. લાઈનના ૧૦ સીમેન્ટના થાંભલા તોડી પાડી અને એલ્યુમિનિયમના વાયરને રૂ. ૧,૬૦,૦૦૦/- નું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપી ઝબ્બે આ ઘટના અંગે લીલીયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. અનડિટેક્ટ રહેલા આ ગુનાનો ભેદ ઉકેલવા લીલીયા પોલીસ ટીમે હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી તિલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમીના આધારે ખારા ગામની ખોડિયાર શેરીમાં રહેતા રાહુલભાઈ ઉર્ફે ગુંદી બાબુભાઈ જમોડ (ઉં.વ. ૩૦) નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે.
લીલીયા પોલીસ ટીમની સરાહનીય કામગીરી આ અનડિટેક્ટ ગુનો ઉકેલવાની સરાહનીય કામગીરીમાં પાંચતલાવડા બીટ ઈન્ચાર્જ છબીલદાસ ટીલાવત, પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ લાલુ, અમીનભાઈ જુણેજા, દિલીપભાઈ ખૂંટ અને દીપકભાઈ ગોહીલ સહિતના પોલીસ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
