મુખ્ય હાઇલાઇટ્સ:
- અમરેલી જિલ્લામાં પ્રથમ વખત યોજાનારી રાજ્ય કક્ષાની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ પ્રવૃત્તિનું આયોજન.
- જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ગર્લ્સ સ્કૂલ ખાતે હેરીટેજ ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ.
- સ્પર્ધકોએ કેમેરાના લેન્સથી અમરેલી જિલ્લાના સમૃદ્ધ અને ઐતિહાસિક વારસાને જીવંત કર્યો.
- મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિજેતા બનેલા સ્થાનિક સ્પર્ધકોને સન્માનિત કરાયા.
રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી
આગામી સ્વાતંત્ર્ય દિવસની રાજ્ય કક્ષાની મુખ્ય ઉજવણી પ્રથમ વખત અમરેલી જિલ્લાના આંગણે યોજાવા જઈ રહી છે. આ ઐતિહાસિક અને ગૌરવવંત પ્રસંગને યાદગાર બનાવવાના હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પૂર્વ પ્રવૃત્તિઓ (પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી) હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલી દ્વારા તારીખ ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ શ્રીમતી જી.જી. બેન ફોરવર્ડ ગર્લ્સ સ્કૂલ, અમરેલી ખાતે ‘હેરીટેજ ફોટોગ્રાફી સ્પર્ધા તથા પ્રદર્શન’ નું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કેમેરાના લેન્સથી કંડારાયો જિલ્લાનો સમૃદ્ધ વારસો
આ સ્પર્ધામાં જિલ્લાભરમાંથી કલાપ્રેમી ફોટોગ્રાફર્સે ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધકોએ પોતાની કલાત્મક સૂઝબૂઝથી અમરેલી જિલ્લાના ઐતિહાસિક સ્થાપત્યો અને સમૃદ્ધ વારસાને કેમેરામાં કેદ કરી પ્રદર્શન અર્થે રજૂ કર્યા હતા. ત્યારબાદ નિષ્ણાંત નિર્ણાયકો દ્વારા પ્રદર્શનમાં મૂકાયેલી તસવીરોનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેના અંતે વિજેતાઓના નામ જાહેર કરાયા હતા.
વારસાને ઉજાગર કરનાર વિજેતા સ્પર્ધકોની યાદી
- પ્રથમ ક્રમ: જાની અમીતભાઈ ઉમેશભાઈ (અમરેલી)
- દ્વિતીય ક્રમ: વાઘેલા મનસુખભાઈ ભાણજીભાઈ (રાજુલા)
- તૃતીય ક્રમ: સોરઠીયા નિશા પ્રવિણભાઈ (અમરેલી)
મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું
આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી અરવિંદભાઈ બારૈયા, શ્રી શરદભાઈ અગ્રાવત, સીનિયર ક્લાર્ક શ્રી લાખાભાઈ જોગરાણા, ફોટોગ્રાફી નિષ્ણાંત શ્રી અમુલભાઈ પરમાર તેમજ ડૉ. અશોકભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શ્રીમતી જી.જી. બેન ફોરવર્ડ ગર્લ્સ સ્કૂલના આચાર્યશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા સ્પર્ધકોને ઇનામ આપી બહુમાનિત કરવામાં આવ્યા હતા અને ભાગ લેનાર તમામ કલાકારોને ભવિષ્યની પ્રગતિ માટે ઉત્સાહવર્ધક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
