મુખ્ય હાઇલાઇટ્સ:
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને સેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાયું.
- અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભસદન નજીક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિ.
- સંકલ્પ સભા દરમિયાન ઉપસ્થિત તમામ નાગરિકો અને કાર્યકર્તાઓએ ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના નિર્માણ માટે લીધા શપથ.
- મુખ્યમંત્રીશ્રીએ પોતે પદયાત્રામાં પગપાળા જોડાઈને નાગરિકો અને કાર્યકર્તાઓનો ઉત્સાહ બેવડાવ્યો.
વડાપ્રધાનના ૨૫ વર્ષના સેવાકાર્ય નિમિત્તે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે વિશેષ આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર સેવા, નિષ્ઠા અને રાષ્ટ્ર સમર્પણના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે સમગ્ર ગુજરાત રાજ્યમાં એક માસ સુધી ચાલનારા ‘સેવા સંકલ્પ અભિયાન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ૭ ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભસદન નજીક ‘સેવા જ્યોતિ યાત્રા’ અને ‘વિકસિત ભારત સંકલ્પ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમગ્ર આયોજનની આગેવાની લીધી હતી.
‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પ સાથે નાગરિકોએ લીધી પ્રતિજ્ઞા
રિવરફ્રન્ટ પર યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકો, પ્રબુદ્ધ અગ્રણીઓ અને પક્ષના કાર્યકર્તાઓએ એકસૂરે ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવા માટે પોતાની જાતને સમર્પિત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો. ભારત દેશને વિશ્વગુરુ બનાવવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા અને રાષ્ટ્રનિર્માણના કાર્યોમાં સક્રિય યોગદાન આપવા માટે હાજર તમામ લોકોએ ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા લીધી હતી. સમગ્ર રિવરફ્રન્ટ પ્રાંગણ દેશભક્તિ અને રાષ્ટ્રસેવાના અનોખા ઉત્સાહથી ગૂંજી ઊઠ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદયાત્રામાં જોડાાઈને વધાર્યો જનતાનો ઉત્સાહ
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માત્ર મંચ પર ઉપસ્થિત રહેવાને બદલે ખુદ સેવા જ્યોતિ યાત્રામાં પગપાળા જોડાયા હતા. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલી આ વિશાળ પદયાત્રામાં મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે કદમ મિલાવીને ચાલતાં ઉપસ્થિત જનમેદનીમાં ભારે ઉત્સાહ અને અનેરો ઊર્જાનો સંચાર થયો હતો. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ અને રાજ્ય જે રીતે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, તેને આગળ ધપાવવા માટે વહીવટી તંત્ર અને જનતા એકસાથે મળીને પ્રયાસો કરી રહ્યા છે તેવું આ ભવ્ય પદયાત્રા પરથી સ્પષ્ટપણે સાબિત થતું હતું.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
