મુખ્ય હાઇલાઇટ્સ:
- સજા વોરંટની બજવણી: અમદાવાદ શહેરની ૨૦મી એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના સજા વોરંટના આરોપીને અમરેલી સીટી પોલીસે પકડી પાડ્યો.
- આરોપીની અટકાયત: અમરેલીના સુળીયાટીંબો વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા મનસુખભાઈ ગોરખરામ ચાવડાની કરાઈ અટકાયત.
- કોર્ટનો હુકમ: ફોજદારી કેસ નંબર ૩૨૬૪૧/૨૦૧૯ માં આરોપીને પકડી કોર્ટ સમક્ષ રજૂ કરવાનો નામદાર કોર્ટે આપ્યો હતો હુકમ.
- સીટી પોલીસની સફળતા: બહારપરા ચોકી અને સીટી પોલીસ ટીમે વિશિષ્ટ તપાસ હાથ ધરી અમરેલી ટાઉનમાંથી આરોપીને શોધી કાઢ્યો.
- ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન: ભાવનગર રેન્જ આઈજીપી આર.વી. અસારી અને એસપી સંજય ખરાતની સૂચનાથી હાથ ધરાઈ કામગીરી.
વોરંટના આરોપીઓને શોધી કાઢવા પોલીસનું સઘન અભિયાન ભાવનગર રેન્જના આઈ.જી.પી. આર.વી. અસારી તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ દ્વારા જિલ્લામાં પેન્ડિંગ વોરંટોની બજવણી કરવા અને નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેને પગલે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ. ઝાલાની આગેવાની હેઠળ સીટી પોલીસ ટીમે તપાસ ચક્ર ગતિમાન કર્યા હતા.
અમદાવાદ કોર્ટના ૨૦૧૯ ના ફોજદારી કેસમાં સજા વોરંટ ઈશ્યૂ થયું હતું તપાસ અન્વયે અમદાવાદ શહેરની નામદાર ૨૦મી એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટના ફોજદારી કેસ નંબર ૩૨૬૪૧/૨૦૧૯ ના કામે આરોપી મનસુખભાઈ ગોરખરામ ચાવડા સામે સજા વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. નામદાર કોર્ટ દ્વારા આરોપીને પકડીને કોર્ટ સમક્ષ રજૂ કરવાનો સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો હોવાથી સીટી પોલીસે આરોપીની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.
અમરેલી ટાઉનમાંથી મજૂરી કામ કરતા આરોપીની ધરપકડ અમરેલી સીટી પોલીસ ટીમ અને બહારપરા ચોકીના સ્ટાફે સંયુક્ત કામગીરી કરીને અમરેલી ટાઉન વિસ્તારમાંથી જ આરોપી મનસુખભાઈ ગોરખરામ ચાવડા (ધંધો: મજૂરી, રહે. સુળીયાટીંબો, અમરેલી)ને શોધી કાઢી, વોરંટની બજવણી કરી ધોરણસરની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ સરાહનીય કામગીરી સીટી પોલીસ ઈન્સપેક્ટર એમ.એમ. ઝાલા, બહારપરા ચોકીના આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર બી. સૈયદ, હેડ કોન્સ્ટેબલ ડી.કે. પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ અતુલભાઈ માટીયા, આશિકભાઈ મકવાણા અને મિલનભાઈ દાફડા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
