મુખ્ય હાઇલાઇટ્સ:
- વોરંટની બજવણી: ફેમિલી કોર્ટ, અમરેલીના બે સજા વોરંટના કામના આરોપીને અમરેલી સીટી પોલીસે પકડી પાડ્યો.
- આરોપીની ધરપકડ: ધોરાજીના બહારપુરા રુબાનીનગરમાં રહેતા ૩૩ વર્ષીય અહેમદભાઈ હફીજભાઈ હલવાઈને હસ્તગત કરાયો.
- બે સજા વોરંટ: આરોપી સામે અમરેલી ફેમિલી કોર્ટના બે સજા વોરંટ લંબિત હતા.
- પોલીસને સોંપાયો: સીટી પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે ધોરાજી પોલીસ સ્ટેશને સોંપ્યો.
- ઉચ્ચ અધિકારીઓની સૂચના: ભાવનગર રેન્જ આઈજીપી આર.વી. અસારી અને અમરેલી એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ કામગીરી.
વોરંટના આરોપીઓને શોધી કાઢવા પોલીસનું સઘન અભિયાન ભાવનગર રેન્જના આઈ.જી.પી. આર.વી. અસારી તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ દ્વારા જિલ્લામાં પેન્ડિંગ વોરંટોની બજવણી કરવા અને નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેને પગલે અમરેલી સીટી પોલીસ ટીમે તપાસ ચક્ર ગતિમાન કર્યા હતા.
ફેમિલી કોર્ટના ૨ સજા વોરંટમાં આરોપી ઝડપાયો નામદાર પ્રિન્સિપાલ જજ સાહેબની કોર્ટ, ફેમિલી કોર્ટ અમરેલી તરફથી ઈશ્યૂ કરવામાં આવેલા બે સજા વોરંટના કામે આરોપી અહેમદભાઈ હફીજભાઈ હલવાઈ (ઉં.વ. ૩૩, રહે. બહારપુરા રુબાનીનગર, ધોરાજી, જી. રાજકોટ) સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સીટી પોલીસની ટીમે ધોરાજી ખાતેથી આ આરોપીને શોધી કાઢી, તેની અટકાયત કરી હતી.
ધોરાજી પોલીસને સોંપાઈ આગળની તપાસ સજા વોરંટના કામે હસ્તગત કરવામાં આવેલા આરોપી અહેમદભાઈ હલવાઈને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે ધોરાજી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરી અમરેલી સીટી પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ. ઝાલા, એએસઆઈ એન.વી. લંગાળીયા, હેડ કોન્સ્ટેબલ અંકુરભાઈ સોલંકી અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજભાઈ ખુમાણ દ્વારા કરવામાં આવી હતી.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
