શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) ગ્રુપ સૌરાષ્ટ્ર દ્વારા પાટીદાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ‘દ્વિતીય સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. SPG ગ્રુપ સૌરાષ્ટ્ર અધ્યક્ષ કલ્પેશ રાંક અને તેમની ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના ધોરણ 10 અને 12ના એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે જેમણે બોર્ડની પરીક્ષામાં 95% થી વધુ પરિણામ મેળવ્યું હોય. ખાસ નોંધનીય છે કે આ સન્માન માટે માત્ર ટકાવારી (Percentage) ને જ ધ્યાનમાં લેવામાં આવશે, PR ને ગણતરીમાં લેવાશે નહીં, જેની વાલીઓ અને વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.
લાયક વિદ્યાર્થીઓએ પોતાનું પૂરું નામ, મોબાઈલ નંબર, ગામ, તાલુકો અને જિલ્લાની વિગત સાથે રિઝલ્ટની નકલ મોબાઈલ નંબર 9723244065 પર વોટ્સએપ દ્વારા મોકલી આપવાની રહેશે. આ સન્માન સમારોહમાં જે-તે વિદ્યાર્થીની પ્રત્યક્ષ હાજરી અનિવાર્ય રાખવામાં આવી છે. કાર્યક્રમની ચોક્કસ તારીખ, સમય અને સ્થળની જાહેરાત આગામી ટૂંક સમયમાં કરવામાં આવશે. સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ મેળવનાર તેજસ્વી તારલાઓને બિરદાવવાનો છે.
