એક અનુભવી વૃદ્ધ એક વડલા નીચે બેસી રહે અને ત્યાંથી જેટલા લોકો નીકળે એ બધાને કહેતા ‘’તમને જે જોઈએ તે બધું મળશે’’ પણ ખાસ કોઈ તેમની તરફ ધ્યાન આપે નહીં, અને બધા તેમને અવગણે.એક દિવસ, એક થાકેલો યુવાન ત્યાંથી પસાર થયો અને અવાજ સાંભળ્યો, “તમને જે જોઈએ તે બધું મળશે!” આ સાંભળીને તે તરત જ તેમની પાસે ગયો.
તેણે વૃદ્ધ વડીલ ને પૂછ્યું, “તમે કહેતા હતા, ‘તમને જે જોઈએ તે મળશે,’ તો શું તમે મને જે જોઈએ તે આપી શકો છો?”
વૃદ્ધ વડીલે તેમની વાત સાંભળીને કહ્યું, “હા, દીકરા, હું તમને જે જોઈએ તે બધું ચોક્કસ આપીશ. તમારે ફક્ત હું જે કહું તેનું પાલન કરવું પડશે. પણ પહેલા મને કહો કે તું શું ઈચ્છે છે???
યુવકે કહ્યું, “મારી એક જ ઇચ્છા છે: હું એક મહાન હીરા વેપારી બનવા માંગુ છું.”
વૃદ્ધ વડીલે કહ્યું, “ખૂબ સરસ દીકરા . હું તને એક હીરો અને એક મોતી આપીશ. તેમની મદદથી તું ગમે તેટલા હીરા અને મોતી બનાવી શકીશ.યુવાન ખુશ થયો
અને આટલું કહીને, વડીલે તે યુવાની હથેળી પર હાથ મૂક્યો અને કહ્યું, “બેટા, હું તને દુનિયાનો સૌથી કિંમતી હીરો આપી રહ્યો છું. લોકો તેને ‘સમય’ ના નામથી ઓળખે છે. તેને તારી મુઠ્ઠીમાં મજબૂતીથી પકડી રાખજે અને તેને ક્યારેય ગુમાવતો નહીં. તું તેનાથી ગમે તેટલા હીરા બનાવી શકે છે.”
