મુખ્ય હાઇલાઇટ્સ:
- અમરેલી શહેરના ચિતલ રોડ સ્થિત અવધ રેસીડેન્સીના રહેણાંક મકાનમાં બપોરે અચાનક આગ ભુતકી ઊઠી.
- ઘટનાની જાણ થતાં જ ઈન્ચાર્જ ફાયર ઓફિસર એચ. પી. સરતેજાની આગેવાનીમાં ટીમ વોટર બ્રાઉઝર સાથે સ્થળ પર પહોંચી.
- ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી માત્ર ૧૫ મિનિટના ટૂંકા ગાળામાં આગ પર મેળવ્યો સંપૂર્ણ કાબૂ.
- સમયસરની કામગીરીથી આગ વધુ વકરતાં અટકી અને મોટું નુકસાન થતાં બચ્યું.
ચિતલ રોડ પર અવધ રેસીડેન્સીના મકાનમાં આગનો બનાવ
અમરેલી શહેરમાં આજે બપોરના સમયે આગની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અમરેલી શહેરના ચિતલ રોડ પર આવેલી અવધ રેસીડેન્સી સ્થિત એક રહેણાંક મકાનમાં આજરોજ તારીખ ૧૯ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ બપોરે આશરે ૧૨:૦૫ કલાકે અચાનક જ આગ લાગી હતી. મકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને આસપાસના રહીશોમાં ક્ષણભર માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા આ બનાવ અંગે ત્વરિત અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ઈમરજન્સી જાણ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડની ટીમે ૧૫ મિનિટમાં પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઈન્ચાર્જ ફાયર ઓફિસર એચ. પી. સરતેજાના નેતૃત્વ હેઠળ અમરેલી ફાયર ઈમરજન્સી સર્વિસની ટીમ એક મોટા વોટર બ્રાઉઝર વાહન સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના સ્ટાફે વિલંબ કર્યા વગર જ સઘન કામગીરી હાથ ધરીને આગ પર સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર ફાઇટરોની ભારે જહેમત અને આશરે ૧૫ મિનિટની ઝડપી કામગીરી બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
તંત્રની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના અટકી
અમરેલી ફાયર ઈમરજન્સી સર્વિસની ટીમ દ્વારા દર્શાવવામાં આવેલી ત્વરા અને સમયસૂચકતાના કારણે આગ આસપાસના અન્ય મકાનોમાં પ્રસરે તે પહેલાં જ ઠારી દેવામાં આવી હતી, જેથી એક મોટી હોનારત ટળી હતી. આ સફળ કામગીરીમાં ઈન્ચાર્જ ફાયર ઓફિસર સાથે ફાયર સ્ટાફના ઋત્વિકભાઈ ભીમાણી, સાગરભાઈ પુરોહિત અને કૃષ્ણભાઈ ઓળકિયા જોડાયા હતા. સમયસર પહોંચીને કામગીરી પાર પાડવા બદલ સ્થાનિક રહીશોએ ફાયર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોટર જીજ્ઞેશ બારૈયા
