મુખ્ય હાઇલાઇટ્સ:
- અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવી આપવાના બહાને ₹૪,૦૭,૫૦૦ ની લાંચ લેતા વચેટીયો ઝડપાયો.
- નારણપુરાના હરિચંદ્ર પાર્કમાં રહેતા સુરેશકુમાર દશરથભાઈ પંડ્યા નામના ખાનગી શખ્સ સામે એસીબીમાં નોંધાઈ ફરિયાદ.
- મકાન મેળવવા ફોર્મ ભરનાર અરજદાર પાસે આવાસ યોજનામાં ‘સેટિંગ’ કરાવી આપવાના અવેજ પેટે માંગવામાં આવી હતી લાંચ.
- લાંચનું છટકું ગોઠવી એસીબીએ રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
આવાસ યોજનામાં સેટિંગના નામે લાખો રૂપિયાની લાંચ માંગી
અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન ફાળવણીના નામે ચાલતા મોટા ગેરરીતિ અને લાંચના ખેલનો ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, નારણપુરામાં આવેલ પ્રગતિનગર પાસેના હરિચંદ્ર પાર્કના રહેવાસી અને ખાનગી વ્યક્તિ એવા સુરેશકુમાર દશરથભાઈ પંડ્યા દ્વારા એક જાગૃત નાગરિક પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન અપાવવા માટે ₹૪,૦૭,૫૦૦ ની માતબર રકમની લાંચ માંગવામાં આવી હતી.
ફોર્મ ભર્યા છતાં મકાન ન લાગતાં વચેટીયાએ લીધો સંપર્ક
ફરિયાદીએ અગાઉ સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર મેળવવા માટે નિયમ મુજબ ફોર્મ ભર્યું હતું, પરંતુ ડ્રો કે ફાળવણીમાં તેમને મકાન મળ્યું ન હતું. આ દરમિયાન તેઓ આક્ષેપિત સુરેશકુમાર પંડ્યાના સંપર્કમાં આવ્યા હતા. સુરેશકુમારે સરકારી યોજનામાં પોતાની પહોંચ હોવાનો દાવો કરી અને ‘સેટિંગ’ કરાવીને ગમે તેમ કરીને મકાન ફાળવી આપવાની ખાતરી આપી હતી, જેના બદલામાં રૂ. ૪,૦૭,૫૦૦ ની લાંચની માંગણી કરી હતી.
એસીબીના સફાળ ટ્રેપમાં ₹૪.૦૭ લાખ લેતા રંગેહાથ ઝડપાયો
ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે આ અંગે તાત્કાલિક એસીબીનો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે નારણપુરા વિસ્તારમાં લાંચનું સફળ છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન આક્ષેપિત સુરેશકુમાર દશરથભાઈ પંડ્યા ફરિયાદી પાસેથી રૂ. ૪,૦૭,૫૦૦ ની લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને રકત રકમ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબી દ્વારા આ શખ્સ સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશભાઈ પરીખ
