ન્યૂઝ વેબસાઇટ માટે તૈયાર અહેવાલ
ગાંધીનગર:
વિરમગામ પંથકમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસથી આવેલા પાણીના કારણે વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પાણીજન્ય કે વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. તાલુકા આરોગ્ય કચેરી, વિરમગામની સીધી દેખરેખ હેઠળ સમગ્ર વિસ્તારમાં તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે.
આરોગ્ય તંત્ર દ્વારા સઘન મોનિટરિંગ
ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામોમાં જન આરોગ્ય જોખમાય નહીં તે હેતુથી તાલુકા આરોગ્ય કચેરી દ્વારા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને અગમચેતીના ભાગરૂપે કામગીરી સઘન બનાવવા સૂચના આપવામાં આવી છે. પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધુ હોવાથી તંત્ર અત્યારથી જ એક્શન મોડ પર છે.
ગ્રાઉન્ડ લેવલ પર હાથ ધરાયેલી મુખ્ય કામગીરી:
૧. ઘરે-ઘરે સર્વેલન્સ: આરોગ્ય કર્મચારીઓની ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને પાણીજન્ય અને વાહકજન્ય રોગોના લક્ષણો અંગે તપાસ અને સર્વે કરવામાં આવી રહ્યો છે.
૨. પાણી સુદ્ધીકરણ: નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ઘરે-ઘરે ક્લોરીન ટેબલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને પાણી ઉકાળીને પીવા સલાહ અપાઈ રહી છે.
૩. મચ્છર નિયંત્રણ: મેલેરિયા, ડેન્ગ્યું અને ચીકનગુનિયા જેવા જીવલેણ રોગો અટકાવવા માટે મચ્છરના પોરાનાશક તેલનો છંટકાવ, ફોગીંગ અને ખાસ જંતુનાશક દવાઓ છાંટવાની કામગીરી ચાલુ છે.
૪. જનજાગૃતિ અભિયાન: રોગચાળાથી કેવી રીતે બચી શકાય તે અંગે સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
૫. મેડીકલ કેમ્પનું આયોજન: સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાલુકા હેઠળના પૂરગ્રસ્ત કે વધુ અસરગ્રસ્ત ગામોમાં ખાસ મેડીકલ કેમ્પો યોજીને દર્દીઓને ઘરઆંગણે મફત સારવાર અને દવાઓ આપવામાં આવી રહી છે.
તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે તમામ જરૂરી નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે.
મુખ્ય હાઇલાઇટ્સ
- પૂર બાદ તકેદારી: ભારે વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે રોગચાળો ન ફેલાય તે માટે વિરમગામ આરોગ્ય તંત્ર એલર્ટ.
- ઘરે-ઘરે મોનિટરિંગ: તાવ, ઝાડા-ઊલટીના કેસો વહેલા શોધવા આરોગ્ય કર્મચારીઓ દ્વારા રૂબરૂ સર્વેલન્સ કામગીરી.
- પાણીનું શુદ્ધિકરણ: રોગચાળો અટકાવવા નાગરિકોને ઘરે-ઘરે જઈને પીવાના પાણી માટે ક્લોરીન ટેબ્લેટનું વિતરણ.
- મચ્છરોનો સફાયો: ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા અટકાવવા ફોગિંગ, પોરાનાશક પ્રક્રિયા અને ખાસ ઓઇલનો છંટકાવ.
- સ્થળ પર સારવાર: અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાત મુજબ ખાસ મેડિકલ કેમ્પનું આયોજન.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
