મુખ્ય હાઇલાઇટ્સ:
- ભાવનગર રેન્જ આઈજી આર.વી. અસારી અને અમરેલી પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ કન્ટ્રોલ કડક કાર્યવાહી.
- અમરેલી સીટી પીઆઈ એમ.એમ. જાડા દ્વારા તૈયાર કરાયેલી પાસા દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે આપી મંજૂરી.
- એલસીબી પીઆઈ સી.પી. વાળા અને ટીમ દ્વારા પાસા અટકાયતી વોરંટની બજવણી કરી આરોપીને પાલનપુર જેલ ખસેડાયો.
- વિઠ્ઠલપુર ખંભાળિયાના ૩૦ વર્ષીય લાલજી ઉર્ફે લાલો રમેશભાઈ મકવાણા સામે લેવાયાં આકરાં પગલાં.
ગુનાખોરી અટકાવવા અમરેલી પોલીસની આકરી કાર્યવાહી, પાસા હેઠળ અટકાયત
ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી. અસારી તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં શરીર તેમજ મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત સતત ગુનાહિત પ્રવૃત્તિઓમાં લિપ્ત રહેતા ઈસમો વિરૂદ્ધ પાસા (પીએસએ) હેઠળ દરખાસ્ત તૈયાર કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી બાદ આરોપી પાલનપુર જેલ ભેગો કરાયો
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. જાડા દ્વારા અમરેલી વિસ્તારમાં શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસ અધિક્ષક મારફતે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજને મોકલી આપવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ પાસા દરખાસ્તને મંજૂરી આપવામાં આવતાં જ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાળા અને તેમની ટીમે આરોપી વિઠ્ઠલપુર ખંભાળિયાના રહીશ લાલજી ઉર્ફે લાલો રમેશભાઈ મકવાણા (ઉંમર વર્ષ ૩૦) ને પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી હતી. ત્યારબાદ આરોપીને તાત્કાલિક અસરથી પાલનપુર જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સંયુક્ત કામગીરી કરનાર પોલીસ ટીમ
અમરેલી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા અને ગુનાખોરોમાં ફફડાટ વ્યાપી જાય તે હેતુથી કરવામાં આવેલી આ સફળ કામગીરી અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાળા, અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. જાડા તેમજ એલસીબી ટીમ અને અમરેલી સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવી હતી.
રિપોર્ટર જીજ્ઞેશ બારૈયા
