મુખ્ય હાઇલાઇટ્સ:
- જાબાંઝ કામગીરી: રાજકોટ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પર ફરજ બજાવતા રેલવે પોલીસ જવાનની સતર્કતાથી મોટો અકસ્માત ટળ્યો.
- મૃત્યુના મુખમાંથી બચાવ્યા: ચાલુ ટ્રેનમાં ચડવા જતાં મુસાફરનો પગ લપસ્યો અને તે ટ્રેન તથા પ્લેટફોર્મની વચ્ચે ખાબકવા જઈ રહ્યો હતો.
- સેકન્ડોની રમત: રેલવે પોલીસ જવાન પોતાની જાનની પરવા કર્યા વગર દોડી આવ્યા અને મુસાફરને ખેંચીને બહાર કાઢ્યો.
- વીડિયો વાયરલ: પોલીસ જવાનની આ બહાદુરીના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા.
રાજકોટ રેલવે સ્ટેશન પર સર્જાયા હૃદયધબકાવનારા દ્રશ્યો
રાજકોટ રેલવે સ્ટેશન પરથી એક રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેનો પગ લપસી ગયો હતો. મુસાફર સીધો ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની ગેપમાં સરકવા લાગ્યો હતો અને તેનો જીવ જોખમમાં મુકાયો હતો.
રેલવે પોલીસ જવાન બન્યા દેવદૂત
મુસાફરનો પગ લપસતાં જ પ્લેટફોર્મ પર અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ ત્યાં જ ફરજ પર તૈનાત રેલવે પોલીસના જવાન સુરક્ષાકર્મીએ ગણતરીની સેકન્ડોમાં અદ્ભુત સતર્કતા દાખવી હતી. જવાન ક્ષણનો પણ વિલંબ કર્યા વિના મુસાફર તરફ દોડ્યા હતા અને તેને મોતના મુખમાંથી ખેંચી કાઢી પ્લેટફોર્મ પર સુરક્ષિત રીતે લઈ લીધો હતો.
જાબાંઝીના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ
રેલવે પોલીસ જવાનની આ બહાદુરી અને સમયસૂચકતાને કારણે મુસાફરનો જીવ બચી ગયો છે. આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. મુસાફરનો જીવ બચાવનારા રેલવે પોલીસ જવાનની આ જાબાંઝીને લોકો સોશિયલ મીડિયા પર અને રેલવે સ્ટેશન પર ભારે બિરદાવી રહ્યા છે અને તેમના પર પ્રશંસાનો વરસાદ થઈ રહ્યો છે.
અહેવાલ: ફારૂકભાઈ બિલખીયા
