એક ગઝલ
જીવન થોડું જાણ કબીરા
હરપળ તું તો માણ કબીરા.
સમજે ના એને શું કરવી,
વાત ન તું હવે તાણ કબીરા.
આવી જાવાનું સમયે હો,
છે તને ભારી આણ કબીરા.
જૂઠની તો છે જબરી માયા,
સત્યની રોજે કાણ કબીરા.
કોઈ શું અજવાળું આપે,
થા તું તારો ભાણ કબીરા.
ગા×8
નિલેશ મથુરદાસ બગથરિયા”નીલ “
