મુખ્ય હાઇલાઇટ્સ:
- અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે વધ-ઘટ બદલી કેમ્પનું સફળ આયોજન.
- શિક્ષણ સમિતિના ચેરમેન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં હાથ ધરાઈ બદલી પ્રક્રિયા.
- કુલ ૭૯ વધ શિક્ષકો પૈકી ૭૭ હાજર શિક્ષકોને જરૂરિયાતવાળી અને ઘટ ધરાવતી શાળાઓમાં પદસ્થ કરાયા.
- રાજ્ય સરકારના ઠરાવની જોગવાઈઓ મુજબ પારદર્શક રીતે બદલી આદેશો આપવામાં આવ્યા.
શિક્ષ શિક્ષણ સમિતિ અને શિક્ષણાધિકારીની હાજરીમાં યોજાયો કેમ્પ
અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા આજે જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે વધ-ઘટ બદલી કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ કેમ્પ યોજાયો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વધની સ્થિતિ દૂર કરી શિક્ષકોની ઘટ ધરાવતી શાળાઓમાં જરૂરિયાત મુજબ શિક્ષકો પૂરા પાડવાનો હતો.
૭૭ શિક્ષકોને ઘટવાળી શાળાઓમાં સમાવવામાં આવ્યા
અમદાવાદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગના સર્વે અનુસાર કુલ ૭૯ શિક્ષકો વધ હોવાનું માલૂમ પડ્યું હતું. આ પૈકી યોજાયેલા બદલી કેમ્પમાં ૭૭ શિક્ષકો હાજર રહ્યા હતા, જ્યારે ૨ શિક્ષકો કોઈ કારણોસર ગેરહાજર રહ્યા હતા. કેમ્પમાં હાજર રહેલા તમામ ૭૭ શિક્ષકોનો ઘટ ધરાવતી શાળાઓમાં યોગ્ય રીતે સમાવેશ કરવામાં આવ્યો હતો.
સરકારી જોગવાઈઓ મુજબ વિવિધ કેટેગરીમાં આદેશો કરાયા
બદલી કેમ્પ દરમિયાન નિયમોનુસાર વિવિધ તબક્કે બદલી આદેશો કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ૮ શિક્ષકોને તેમની મૂળ શાળામાં પરત કરવામાં આવ્યા હતા, જ્યારે ૪૯ શિક્ષકોને સુપર ન્યુમરી તરીકે તેમના મૂળ વિષયમાં પરત કરાયા હતા. આ ઉપરાંત ૧૨ શિક્ષકોને તેમના મૂળ તાલુકામાં પરત મોકલવામાં આવ્યા હતા અને ૭ શિક્ષકોની પરસ્પર સંમતિથી બદલી કરવામાં આવી હતી. આમ, ગુજરાત રાજ્યના ઠરાવની જોગવાઈઓને આધીન રહીને કુલ ૭૭ શિક્ષકો અંગે વધના સુચારુ આદેશો આપવામાં આવ્યા હતા.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
