મુખ્ય હાઇલાઇટ્સ:
- નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ (ચેક રિટર્ન) હેઠળ સજા ભોગવવાના પકડ વોરંટનો આરોપી ઝડપાયો.
- છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપી ભરતભાઈ સેલાણીને સીટી પોલીસે શોધી કાઢ્યો.
- ભાવનગર રેન્જ આઈજી અને અમરેલી પોલીસ અધિક્ષકની વોરંટ બજવણીની ઝુંબેશ હેઠળ થઈ કાર્યવાહી.
- અમરેલી સીટી પોલીસની નાગનાથ પોલીસ ચોકીની ટીમે ઓપરેશન પાર પાડી ધોરણસરની કાર્યવાહી કરી.
નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ વડાની કડક સૂચના
ભાવનગર રેન્જના પોલીસ મહાનિરિક્ષક (આઈ.જી.પી.) શ્રી આર.વી.અસારી દ્વારા રેન્જના જિલ્લાઓમાં લાંબા સમયથી જુદા જુદા ગુનાઓ તેમજ કોર્ટ વોરંટના કામે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. જે અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત દ્વારા જિલ્લામાં પેન્ડિંગ વોરંટોની ઝડપી અને અસરકારક બજવણી કરવા માટે તમામ પોલીસ સ્ટેશનોને આદેશ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ સીટી પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
બે વર્ષથી પોલીસને હંફાવતો સજાના વોરંટનો આરોપી ઝડપાયો
નામદાર ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટ, અમરેલી તરફથી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબના ફોજદારી કેસ નંબર ૯૯૫/૨૦૧૭ ના કામે સજા ભોગવવાનું પકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. આ કેસનો આરોપી ભરતભાઈ કાંતિભાઈ સેલાણી (સોપારીવાળા) (મૂળ રહેવાસી-રતનપોળ, અમરેલી, હાલ રહેવાસી-માણેકપરા શેરી નંબર ૧૦, અમરેલી) છેલ્લા બે વર્ષથી અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. અમરેલી સીટી પોલીસની નાગનાથ પોલીસ ચોકીની ટીમે બાતમી અને ચોક્કસ વર્કઆઉટના આધારે આ આરોપીને શોધી કાઢી, વોરંટની બજવણી કરી ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઓપરેશન પાર પાડનાર પોલીસ ટીમની વિગત
આ સફળ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એમ.ઝાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.જી.મયા સાહેબની સૂચનાથી નાગનાથ પોલીસ ચોકીના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એન.વી.લંગાળીયા, હેડ કોન્સ્ટેબલ એ.વાય.કાજી, પોલીસ કોન્સ્ટેબલ અંકુરભાઈ ભીખુભાઈ બારોટ, રવિરાજભાઈ મંગળુભાઈ ખુમાણ, મેહુલભાઈ હિરાભાઈ મારૂ તથા લોકરક્ષક યુવરાજસિંહ નારસંગભાઈ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને કરવામાં આવી છે.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
